કુકાવાવના કોલડા ગામના એક યુવક સામે સગીરાને બદકામના ઈરાદે ભગાડી જવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાની માતાએ કોલડા ગામના રોનકભાઈ મુકેશભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં, તેને લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના તથા બદકામ કરવાના ઇરાદે તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. વડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. કે. એસ. ડાંગર આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.








































