પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ “સ્વનીધી મહોત્સવ”નું આયોજન શુક્રવારે અમરેલીમાં નગરપાલિકા મુકામે ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે ૧૫ જેટલા લાભાર્થીઓને સ્થળ પર ચેક વિતરણ, બે લાભાર્થીને ક્રેડીટ કાર્ડ, ફેરિયાના પરિચય બોર્ડ, નવા લાભાર્થીઓના લોન તેમજ ક્રેડીટ કાર્ડ અંગેના અરજી ફોર્મ, ડીઝીટલ પેમેન્ટ મર્ચન્ટ ક્યુઆર કોડ, વિગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરેલ હતી. આ તકે નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મોલિકભાઈ ઉપાધ્યાય, મામલતદાર અમરેલી શહેર દવેભાઇ, નગરપાલીકાના ચીફ ઓફીસર વિનોદભાઈ રાઠોડ ઉપસ્થિત રહેલ હતા. વિશેષમાં પીએમ સ્વનીધી યોજના અન્વયે અમરેલી નગરપાલીકા વિસ્તારના ૩,૦૫૮ શહેરી ફેરિયાઓને ૭.૮૩ કરોડ જેવી રકમની ટર્મ લોન અત્યાર સુધીમાં ચૂકવામાં આવેલ છે.