સાવરકુંડલાના જુના સાવર ગામે સાસુ-વહુમાં બોલાચાલી બાદ વહુએ એસીડ પીધું હતું. જે બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન વહુનું મોત થયું હતું. બનાવ સંદર્ભે વિજયભાઇ અશોકભાઇ મોરવાડીયા (ઉ.વ.૨૬) એ જાહેર કર્યા મુજબ, તેની પત્ની દયાબેન વિજયભાઇ મોરવાડીયા (ઉ.વ.૨૬)ને સાસુએ દીકરીઓને બહુ ખીજાવાય નહી તેમ કહ્યું હતું. જે તે બાબતે સાસુ-વહુને સામાન્ય બોલાચાલી થતા મનમાં લાગી આવતા એસીડ પી જતા સારવાર દરમ્યાન મરણ પામી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય એ સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.