અમરેલીના માંગવાપાળ ગામે રહેતી એક યુવતી બાથરૂમ જતી હતી ત્યારે તેનું બાવડું પકડીને લાફો માર્યો હતો. બનાવ અંગે યુવતીની માતાએ કલ્પેશભાઇ હિંમતભાઇ ખીટોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની દીકરી બાથરૂમ જતી હતી ત્યારે આરોપી પાછળ પાછળ જઇ જેમફાવે તેમ ખરાબ ગાળો આપી હતી. તેમજ તેની દિકરીનું બાવડુ પકડી તેના તરફ ખેચી ગળેથી ટીશર્ટ પકડી એક લાફો ગાલ ઉપર મારી, ટીશર્ટ ફાડી નાખ્યું હતું. ઉપરાંત તેમના ઘરે લોખંડનો પાઇપ લઇ જઇ ઘરના દરવાજા ઉપર એક ઘા મારી ગુન્હો કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ ટી ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.









































