વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકાના પદાધિકારીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા એક વિશેષ એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (જીમ્સ્) યોજના હેઠળ શહેરમાં ચાલી રહેલા વિવિધ પર્યાવરણલક્ષી અને સ્વચ્છતાના વિકાસ કાર્યોનું સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન નગરપાલિકાની ટીમે એસ.ટી.પી. પ્લાન્ટ, ડમ્પસાઇટ તેમજ મટીરિયલ રિકવરી ફેસિલિટી (સ્ઇહ્લ) સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી પ્રક્રિયાઓની સમીક્ષા કરી હતી. પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા પદાધિકારીઓએ ઉપસ્થિત અધિકારીઓને કામગીરી વધુ ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.







































