દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ૫ જૂનથી ૧૨ જૂન ૨૦૨૬ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે લીલીયા તાલુકા વન્ય પ્રાણી રેન્જ ખાતે વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વન્ય પ્રાણી ડિવિઝનના ડી.સી.એફ. ચિરાગ અમીનની અધ્યક્ષતામાં રાજમાતા સિંહણ સ્મારક ખાતે ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડી.સી.એફ. ચિરાગ અમીન, વિરલસિંહ ચાવડા અને પૂર્વેશ કાચાએ પ્રાસંગિક પ્રવચન આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ તકે મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજભાઈ જોષી, હરેશભાઈ જેબલિયા અને કનુભાઈ ડાવેરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.