દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે જ્યારે લોકો મીઠી ઊંઘ માણી રહ્યા હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં થોડો સમય માટે ફફડાટ વ્યાપી ગયો હતો.
ભૂકંપવિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનો આંચકો વહેલી સવારે ૫ વાગ્યે ૧ મિનિટ અને ૩૧ સેકન્ડે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા ઉકાઈથી આશરે ૩૨ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં જમીનની અંદર નોંધાયું હતું.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૭ જેટલી ઓછી હોવાને કારણે આ એક હળવો આંચકો હતો. વહેલી સવારે અનુભવાયેલા આ આંચકાને લીધે ક્યાંયથી પણ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, જે ખૂબ જ રાહતના સમાચાર છે. જા કે, શાંત વાતાવરણમાં અચાનક આવેલા ધ્રુજારાને કારણે કેટલાક સજાગ નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા લોકોને ગભરાવાની જગ્યાએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.