અમરેલીમાં રિલાયન્સ ડિજિટલના મોલ મેનેજરે પોતાની સાથે થયેલી મારામારી અને જાનથી મારવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. આ અંગે સત્યમભાઈ ચતુરભાઈ નસીત (ઉ.વ. ૩૩)એ લગધીરભાઈ ધાધલ તથા એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, સત્યમભાઈના મિત્ર કાર્તિકભાઇ સાથે આરોપી લગધીરભાઈ ધાધલે ફોન ઉપર માથાકૂટ કરીને ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીઓએ સત્યમભાઈને શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન અજાણ્યા ઇસમે સત્યમભાઈના માથામાં પાછળથી હાથમાં પહેરવાનું કડું મારીને ઇજા પહોંચાડી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. મકવાણા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.







































