વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સરકારી આઈ.ટી.આઈ. અમરેલી ખાતે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તમાકુના દૂષણોથી માહિતગાર કરી સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવાનો હતો. આ અંતર્ગત ૨૯ મે ૨૦૨૬ના રોજ “તમાકુને કહો ના, જિંદગીને કહો હા” વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં માદલીયા સુહાનીએ પ્રથમ, વેગડા ડિમ્પલે દ્વિતીય અને ધંધુકિયા મીતે તૃતીય સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ ૧ જૂન ૨૦૨૬ના રોજ જાહેર આરોગ્ય કચેરીના સહયોગથી વિજેતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સંસ્થાના ફોરમેન ઇન્સ્ટ્રક્ટરે વિદ્યાર્થીઓને પાન, મસાલા, ગુટખા અને માવા જેવા વ્યસનોની નકારાત્મક અસરો સમજાવી વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા ખાસ અનુરોધ કર્યો હતો.