બગસરા શહેરમાં જુના શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંકાવાવ નાકા પાસે પ્રથમ વખત ત્રણ દિવસીય “જીવનવિદ્યા પરિચય શિબિર”નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ૧ થી ૩ જૂન ૨૦૨૬ દરમિયાન યોજાયેલી આ શિબિરમાં સુરતના પ્રબોધક જનકભાઈ સાવલિયાએ લોકોને ખૂબ જ સરળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં મુખ્યત્વે જીવનનો મૂળ ઉદ્દેશ્ય, વિશ્વાસપૂર્વક જીવવાનો સાચો માર્ગ, પ્રકૃતિ સાથેનું સંતુલન, સંબંધોની મધુરતા અને બાળકોના સર્વાંગી વિકાસ જેવા મહત્વના વિષયો પર સચોટ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બગસરા સિનિયર સિટીજન પરિવાર અને સ્થાનિક લોકોએ આ નિઃશુલ્ક શિબિરમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈને જીવન જીવવાની અદ્‌ભુત કળાનો લાભ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.