રાજુલા તાલુકાના કુંભારીયા ગામે એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલી ગૌશાળામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આગ વધુ પ્રજ્વલિત થતાં રાજુલા ફાયર ટીમને બોલાવવામાં આવી હતી. સરપંચ ભરતભાઈ રાદડિયા, ગ્રામજનો અને ફાયર ફાઇટર્સ શીવાભાઈ જોખિયા તેમજ જય પરમારના સંયુક્ત અને પ્રશંસનીય પ્રયાસોથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો. સદભાગ્યે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.