અમરેલી જિલ્લામાં ત્રણ લોકોના વિવિધ કારણોસર મોત થયા હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું હતું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ લાઠીના આંબરડી ગામે રહેતા રીનુબેન સુનીલભાઇ અજનાર (ઉ.વ. ૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ સુનીલભાઇ સવલાભાઇ અજનાર (ઉ.વ. ૨૪)ને દારૂ પીવાની જૂની ટેવ હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમણે પૂરતા પ્રમાણમાં ખોરાક લીધો નહોતો અને શરીરમાં અશક્તિના કારણે મરણ પામ્યા હતા.બીજા બનાવમાં વડિયાના ખડખડ ગામે રહેતા શૈલેષભાઇ વિઠ્ઠલભાઇ વાઘેલા (ઉ.વ.૩૨) એ જાહેર કર્યા મુજબ, વિઠ્ઠલભાઇ સિદીભાઇ વાઘેલા (ઉ.વ.૫૮)ને પોતાના ઘરે ચક્કર આવતા પડથાર ઉપર પડી ગયા હતા. જેથી માથામાં ઈજા થતા બેભાન થઇ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.ત્રીજા બનાવમાં વડિયાના પાંચ પીપળા પ્લોટ વિસ્તારમાં રહેતા રમેશભાઈ શામજીભાઇ ટાઢાણી (ઉ.વ.૫૫) એ જાહેર કર્યા પ્રમાણે, હિતેશભાઈ રમેશભાઈ ટાઢાણી (ઉ.વ.૩૦) અગમ્ય કારણોસર પોતાની મેળે પાણીના કૂવામાં પડી જતા, કૂવાના પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા.