રાજુલાના કુંડલીયાણા ગામે દીવાલ મુદ્દે પતિ-પત્નીને ગાળો આપવામાં આવી હતી, ઉપરાંત જાનથી મારવાની ધમકી પણ આપી હતી. આ અંગે દીપકભાઈ રત્નાભાઈ બારૈયા (ઉ.વ. ૨૭) એ ગોવિંદભાઈ બાવભાઈ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના રહેણાંક મકાનની દીવાલ બનાવતા હતા, જે આરોપીને ગમતું નહોતું. આથી આરોપીએ ચણેલી દીવાલને ધક્કો મારી પછાડી દીધી હતી. આ બાબતે ઠપકો આપતાં આરોપીને સારું લાગ્યું નહોતું અને તેણે દીપકભાઈ તથા તેમની પત્નીને ગાળો આપી હતી. તેમજ લાકડી લઈ મારવા દોડ્યો હતો. તેણે દીપકભાઈના પત્નીને ધક્કો મારી પછાડી દઈ ઈજા પહોંચાડી હતી અને તેમના પિતાને પણ ગાળો આપી હતી. ઉપરાંત, તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































