બગસરા ડેપોમાંથી ધારી-ફતેપુરા બસ બંધ કરી દીધા બાદ આ બસ કે અન્ય બસ શરૂ કરવાની શહેર ભાજપ પ્રમુખ અને સાંસદની રજૂઆત પણ એસ.ટી.અધિકારીઓ ઘોળીને પી ગયા છે. ધારી-ફતેપુરા બસ બંધ થયા બાદ બપોરના ૧ઃ૦૦ કલાકે અમરેલી જવા માટે સીધી બસ સેવા શરૂ કરવા મુસાફરોને માંગ કરી છે. ધારી-ફતેપુરા વાયા બગસરા બસ બંધ કરી દીધા બાદ મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે. અમરેલી જવા માટે સીધી બસ છેક બપોરના બે વાગ્યે મળતી હોય અને તેમાં અમરેલી જવા માટે મુસાફરોને ઉભા
આભાર – નિહારીકા રવિયા રહેવાની જગ્યા પણ મળતી ન હોવાથી મુસાફરોમાં ભારે આક્રોશ ફેલાયો છે. બગસરાથી અમરેલી જવા માટે ઉપડતી બે બસ ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરીને જતી હોવાથી મુસાફરોને સમયનો વ્યય થાય છે. જેથી બગસરાથી અમરેલી જવા માટે બપોરના ૧ઃ૦૦ કલાકે સીધી બસ સેવા શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે. ધારી-ફતેપુરા વાયા બગસરા બસ બંધ થયા બાદ સાંસદ ભરત સુતરીયા અને શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણીએ પણ વિભાગીય નિયામકને રજૂઆત કરી હતી પરતું આગેવાનોની રજૂઆત પણ એસ.ટી.અધિકારીઓ ઘોળીને પી ગયા છે. આમ, સાંસદ સહિતનાઓની રજૂઆત બાદ પણ એસ.ટી.અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મુસાફરોમાં રોષ ફેલાયો છે.






































