ધોરાજીના તોરણીયા ગામમાં ‘મહાવીર એન્ટરપ્રાઇઝ પેઢીના માલિક જયદીપ સાણદિયા, મેનેજર વિપુલ દેલવાડીયા અને દલાલ શૈલેષ ડોબરીયાએ ખેડૂતોનો વિશ્વાસ જીતી, તેમની પાસેથી લાખો રૂપિયાના ઘઉં, તુવેર અને સોયાબીન ખરીદ્યા હતા. પેમેન્ટ ચૂકવવાની ખાતરી આપી આરોપીઓ રૂ.૧૪.૫ લાખનો ચૂનો ચોપડી પેઢી બંધ કરી ફરાર થઈ ગયા છે.ભોગ બનનાર મુખ્ય ખેડૂત કાંતિભાઈ કાછડીયાના રૂ.૪.૫૪ લાખ બાકી છે. આ સિવાય શક્તિસિંહ જાડેજા, ભરત ખીચડીયા, પ્રદિપ સાણંદિયા સહિત અન્ય ૮ ખેડૂતોના નાણાં પણ ઓળવી જવામાં આવ્યા છે. છેલ્લે તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ના રોજ આરોપીઓ ફોન બંધ કરી નાસી જતાં ખેડૂતોએ એડવોકેટ બાબુલાલ જાગાણી મારફત ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








































