અમરેલીમાં એક વેપારીને જાનથી મારવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. અજયભાઈ જેઠાભાઈ રાઠોડ (ઉ.વ. ૨૧)એ મુસ્તાફભાઈ ઉમરભાઈ ચૌહાણ અને અલ્ફેજભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ તેમની દુકાને આવી પાણીની બોટલ તથા માવો લીધો હતો. વેપારીએ પૈસા માંગતાં, આરોપીઓએ ગાળો આપી લાફો માર્યો હતો તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ સિકંદર બાબુભાઈ સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.