ખાંભાના જૂના માલકનેશ ગામેથી પોલીસે ૬ શકુનીના પાસા અવળા પાડ્‌યા હતા. પોલીસે કુલ રૂ. ૧૦,૪૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોથાભાઇ ખીમાભાઇ જાદવ, દકુભાઇ ધીરૂભાઇ ચારોલા, રાજુભાઇ બાબુભાઇ મકવાણા, યુસુફભાઇ ઉર્ફે સુબો ઉસ્માનભાઇ મંસુરી, લાલજીભાઇ ઉર્ફે લાલો ઉકાભાઇ સાંખટ તથા રસીકભાઇ નરશીભાઇ ચૌહાણ પટેલપરા નજીક આવેલ જુંડિયા વિસ્તારમાં જાહેર જગ્યામાં ગંજી પત્તા વડે ‘તીન પત્તી’ નામનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા રોકડ રૂ. ૧૦,૪૩૦ સાથે ઝડપાયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. એચ. મહેતા વધુ તપાસ કરી રહ્યા છે.