ભારત સરકાર દ્વારા અસાધારણ સિદ્ધિઓ ધરાવતા બાળકોને સન્માનિત કરવા માટે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવી છે. અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની અખબારી યાદી મુજબ, બહાદુરી, સમાજસેવા, રમતગમત, પર્યાવરણ, કલા અને સાહિત્ય તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવી કુલ છ કેટેગરીમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર બાળકો આ એવોર્ડ માટે પાત્ર છે. આ પુરસ્કાર માટે ૩૧ જુલાઈ ૨૦૨૬ની સ્થિતિએ બાળકની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવી અનિવાર્ય છે. રસ ધરાવતા પ્રતિભાશાળી બાળકો પોતે અથવા જિલ્લા વહીવટી તંત્ર તેમના વતી આગામી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીમાં સત્તાવાર પોર્ટલ awards.gov.in પર માત્ર ઓનલાઈન માધ્યમથી જ સફળતાપૂર્વક અરજી કરી શકે છે.




































