‘કરુપ્પુ’ તાજેતરના દિવસોમાં બ્લોકબસ્ટર બની છે, જેણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે તેના ત્રીજા અઠવાડિયામાં, સુર્યા અભિનીત એક્શન ફિલ્મે વિશ્વભરના બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડની કમાણી કરી છે. અભિનેતા સુર્યાએ સિનેમેટોગ્રાફર જીકે વિષ્ણુને ફિલ્મ “કરુપ્પુ” માં તેમના કામ માટે નવી મહિન્દ્રા બીઇ૬ બેટમેન એડિશન કાર ભેટમાં આપી છે. જીકે વિષ્ણુએ તેમના ઠ એકાઉન્ટ પર નવી કારનો ફોટો શેર કર્યો. કેપ્શનમાં તેમણે લખ્યું, “બસ ભગવાનની કૃપા!! આભાર
કરુપ્પુ ફિલ્મ એક રક્ષક દેવતાની વાર્તા છે જે ન્યાય વ્યવસ્થામાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે વકીલ તરીકે માનવ સ્વરૂપ ધારણ કરે છે. સુર્યા મુખ્ય પાત્ર કરુપ્પુસ્વામીની ભૂમિકા ભજવે છે, અને ત્રિશા કૃષ્ણન પ્રીતિની ભૂમિકા ભજવે છે. કરુપ્પુમાં બાલાજી વિલન બેબી કન્નનની ભૂમિકા ભજવે છે.
ફિલ્મ રિલીઝ થયાના એક દિવસ પછી, સૂર્યાએ તેના ઠ એકાઉન્ટ પર એક વિડિઓ પોસ્ટ કર્યો જેમાં દરેકનો પ્રેમ અને સમર્થન બદલ આભાર માન્યો. તેમણે ફિલ્મના કલાકારો અને ક્રૂની પણ પ્રશંસા કરી. તાજેતરમાં, બાલાજીએ ઇન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે રજનીકાંતે કરુપ્પુની પ્રશંસા કરી હતી.
“કરુપ્પુ” થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા પછી, સૂર્યા હવે તેની નવી ફિલ્મ માટે સમાચારમાં છે. તે વેંકી અટલુરી દ્વારા દિગ્દર્શિત ભાવનાત્મક કૌટુંબિક ડ્રામા “વિશ્વનાથ એન્ડ સન્સ” ની રજૂઆત માટે તૈયારી કરી રહ્યો છે, જે જુલાઈમાં સિનેમાઘરોમાં આવવાની છે.