સલમાન ખાનનો ભત્રીજા અને અભિનેતા ઇમરાન ખાન તેની આગામી ફિલ્મ ‘અધુરે હમ અધુરે તુમ’ માટે સમાચારમાં છે. ઇમરાન લાંબા સમય પછી મુખ્ય અભિનેતા તરીકે વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. ચાહકો આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે, પરંતુ ભૂમિ પેડનેકર પોતે પણ તેમના કરતા વધુ ઉત્સાહિત છે. વધુમાં, ભૂમિએ ઇમરાન ખાન વિશે પણ વાત કરી અને ખુલાસો કર્યો કે તેનો તેમના પર ભારે ક્રશ હતો.
ગ્રાઝિયા ઈન્ડિયા સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, ભૂમિ પેડનેકરે ઈમરાન ખાન પ્રત્યેના પોતાના ક્રશ વિશે ખુલાસો કર્યો. તેણીએ કહ્યું, “નાનપણથી જ મને તેના પર ખૂબ જ ક્રશ હતો. તે તેની બધી રોમેન્ટિક કોમેડીમાં શ્રેષ્ઠ દેખાતો હતો.”
આજકાલ, રોમેન્ટિક કોમેડી ફિલ્મો એટલી વાર બનતી નથી. ઈમરાન ખાન સાથે કામ કરવું એ ભૂમિ માટે સ્વપ્ન સાકાર થવા જેવું હતું. અભિનેત્રીએ ઘણીવાર ઈમરાનના કામ માટે પ્રશંસા વ્યક્ત કરી છે.
ઈમરાન ખાને ૨૦૦૮ ની ફિલ્મ “જાને તુ યા જાને ના” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ઘણી રોમેન્ટિક-કોમેડી ફિલ્મોમાં દેખાયા. તેઓ છેલ્લે ૨૦૧૫ માં આવેલી ફિલ્મ “કટ્ટી બટ્ટી” માં મુખ્ય અભિનેતા તરીકે જાવા મળ્યા હતા.
હવે, દસ વર્ષથી વધુ સમય પછી, તેઓ “અધુરે હમ અધુરે તુમ” સાથે મુખ્ય અભિનેતા તરીકે પરત ફરી રહ્યા છે. જાકે, આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ “હેપ્પી પટેલઃ ડેન્જરસ ડિટેક્ટીવ” માં ઇમરાન એક નાની ભૂમિકામાં પણ દેખાયા હતા. ચાહકો આ ફિલ્મમાં ઇમરાનને જાવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.