શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૨૦ સપ્ટેમ્બર થી સાત દિવસનો ભાદરવી પૂનમનો મહા મેળો યોજાનાર છે અને આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી ૩૫ લાખ ઉપરાંત શ્રદ્ધાળુ અંબાજી પગપાળા ચાલી દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ખાસ કરીને શ્રદ્ધાળુઓમાં અંબાજી મંદિરનો મોહનથાળ નો પ્રસાદ લેવાનો ભારે માંગ જાવા મળતી હોય છે.
મોહનથાળ નો પ્રસાદનું વિશેષ મહત્વ હોવાથી આવનાર તમામ શ્રદ્ધાળુ અચૂક માતાજીના મોહનથાળ નો પ્રસાદ મંદિરમાંથી વેચાણથી લઈ પોતાના વતને લઈ જતા હોય છે ત્યારે અંબાજી મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે આજે ગણેશ ચતુર્થીથી અંબાજી આર્ટસ અને કોમર્સ કોલેજ કેમ્પસમાં વિશેષ ડોમ બનાવી સ્વચ્છતા પૂર્ણ રીતે પ્રસાદ બનાવવાની કામગીરી જિલ્લા કલેકટર ,દાંતા એસ ડી એમ સહિત જિલ્લાના અન્ય અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર અધિક કલેક્ટર ની ઉપસ્થિતિમાં ની આજે પ્રસાદ બનાવવા ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જાકે આ હોમ હવન મંદિરમાં પ્રસાદ નિર્વિÎને પૂરી રીતે પહોંચી વળે, શુદ્ધતા જળવાયેલી રહે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હોમ હવન કરી માતાજીને આ પ્રસાદ બનાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને આજે જે પ્રસાદ બનાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી છે એ નારી શક્તિના હસ્તે આ પ્રસાદ બનાવવાની કામગિરી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ડીએફઓ સહિત પ્રાંત અધિકારી તેમજ અન્ય મહિલા અધિકારીઓ ઉપસ્થિતિમાં આ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જેમાં ખાસ કરીને અંબાજીના મહિલા સફાઈ યોદ્ધાઓ તેમને પણ ઉપસ્થિત રાખવા માં આવી હતી. એટલું જ નહીં આ પ્રસાદ બનાવીને કામગીરી જે સંપૂર્ણ નિગ્રાની જિલ્લા કલેકટર મિહિર પટેલ વહીવટદાર કૌશિક મોદી બનાસકાંઠા પુરવઠા અધિકારી સહિતના અનેક અધિકારીઓ આ પ્રસાદ બનાવવાની કામગીરી ઉપર સતત વોચ રાખશે, ત્યારે આ બનતો પ્રસાદ સમયાંતરે તેના પણ સેમ્પલ લેવાના હોઈ તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી સતત તેમનું સેમ્પલિંગ કરી પ્રસાદની શુદ્ધતા ચકાસવાની કામગીરી હાથ ધરી રહ્યા છે.
અંબાજી ખાતે મંદિરમાં વપરાતો પ્રસાદ બને છે તેમાં ખાસ કરીને ખાંડ ,ઇલાયચી, બેસણ ,તેમજ ઘીના મિશ્રણથી આ પ્રસાદ બનાવવામાં આવતો હોય છે જાકે આ વખતે ૧૦૦૦ જેટલા ઘાણ આ સંપૂર્ણ મેળા દરમિયાન વપરાય તેવી પ્રમાણે ૪૦ લાખ જેટલા વરસાદનું પેકેટ થાય તે રીતે પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રસાદને એક ઘાણમાં ૧૦૦ કિલો ખાંડ, ૨૦૦ કિલો બેસન, ૭૬.૫ કિલો ઉપરાંત શુદ્ધ દેશી ઘી તેમજ ૨૦૦ ગ્રામ જેટલી ઈલાયચી વાપરવામાં આવે છે અને તેના મિશ્રણથી મોહનથાળ નો પ્રસાદ બનાવવામાં આવે છે.
આમ આ ગત વર્ષે અઢી લાખ કિલો જેટલો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો પણ જે રીતે યાત્રિકોની સંખ્યા વધી રહી છે તે જાતા ચાલુ વર્ષે સવા ત્રણ લાખ કિલો પ્રસાદ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ખાંડ ૧.૫૦ લાખ કિલો, બેસન એક લાખ કિલો, શુદ્ધ દેશી ઘી ૭૬૫૦૦ કિલો અને ઇલાયચી ૨૦૦ કિલો વપરાશે, આમ તો મોહનથાળ ના પ્રસાદમાં દૂધ વપરાતું હોય છે પણ ભાદર પુનમના મેળામાં પ્રસાદની શોધતા અને ગુણવત્તા સાથે લાંબા સમય સુધી ટકી રહે તે માટે દૂધના બદલે ઘીનો વધુ ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ તો આ મેળા દરમિયાન બનતા પ્રસાદમાં દૂધનો ઉપયોગ કરાતો નથી તેના બદલે ઘીનો વધુ ઉપયોગ કરી પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે.









































