પંકજ કપૂરની પુત્રી અને અભિનેત્રી સના કપૂરે શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેના પિતાના જન્મદિવસના ફોટા શેર કર્યા. તેણીએ એક હૃદયસ્પર્શી સંદેશ પણ લખ્યો. આ ફોટામાં પંકજ કપૂરનો આખો પરિવાર જાવા મળે છે. શાહિદ કપૂર અને તેના બાળકો પણ આ ફોટામાં જાવા મળે છે.
સનાએ શેર કરેલા ફોટામાં, પંકજ કપૂર તેની પત્ની સુપ્રિયા પાઠક અને સના સાથે જાવા મળે છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત કપૂર પણ તેમના બાળકો સાથે જન્મદિવસની ઉજવણીમાં જાડાયા. ફોટા શેર કરતા, સનાએ તેમને કેપ્શન આપ્યું, “ગઈકાલની ઉજવણી આજના આલ્બમમાં કેદ થઈ. વિશ્વના શ્રેષ્ઠ પિતાને જન્મદિવસની શુભેચ્છાઓ.”