સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વાર ફરી એક વખત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ વખતે કોઈ રહેણાંક વિસ્તારમાં નહીં પરંતુ સ્ટેટ હાઈવે પર આ કામગીરી કરવામાં આવી છે.
વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-૧૭ પર ફોર લેન (ચાર-માર્ગીય) પ્રોજેક્ટના ભાગ રૂપે વિરમગામ વહીવટીતંત્રે આશરે ૪ હજાર ચોરસ મીટર જમીન પર મોટા પાયે અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી. આ કામગીરી દરમિયાન ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.
એસડીએમ વિરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે,”વિરમગામ શહેરના પ્રવેશદ્વાર પર એક બાટલનેક હતો. આ એક સાંકળો બિંદુ હતો. ત્યાં બે કે ત્રણ મસજીદો હતી. આ એક સાંકડો રસ્તો હતો જ્યાંથી વાહનોની અવર-જવરમાં સમસ્યા નડતી હતી.
અહીં જમીન સંપાદન કાયદા મુજબ અહીં ખાનગી જમીન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને ૬૨ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.ખાનગી જમીન આશરે ૧૨૦૦ ચોરસ મીટર છે. ૨૩૦૦ ચોરસ મીટર કબ્રસ્તાન હતું, જેને આજે અમે તેનો કબજા લીધો છે.”
ડીવાયએસપી તપન કુમાર ડોડિયાએ જણાવ્યું હતું કે, “વિરમગામથી વિરમગામ શહેરને જોડતા રસ્તાને પહોળો કરવા અને કનેકટીવિટી સુધારવા માટે આજે સવારથી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે.” મહત્વપૂર્ણ છે કે, આ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા શહેરમાં અને ચોટીલા નજીક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.









































