સાવરકુંડલાના જુના સાવર ગામેથી અમરેલી એલસીબી ટીમે દારૂ, બિયરનો જથ્થો ઝડપ્યો હતો. સુરેશભાઇ વિનુભાઇ કડેવાળ (ઉ.વ.૨૮)ના કબ્જામાંથી પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની નાની બોટલ ચપટા નંગ-૨૪,બિયરના ટીન નંગ-૨૪, મોબાઇલ ફોન નંગ-૧, પ્લાસ્ટકીના બાચકા નંગ-૨, સ્કીન શોર્ટની પ્રીન્ટ નંગ ૩ મળી કુલ કિ.રૂ.૧૦,૬૩૧નો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમણે આ માલ તેમના ગામના અને હાલ સુરત રહેતા હાર્દિકભાઇ રાજેશભાઇ ધુડકીયા પાસેથી ખરીદ્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી.મારૂ વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાંથી ત્રણ મહિલા સહિત ૧૪ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જિલ્લામાંથી વિવિધ સ્થળેથી ૨૪ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.