સુરતમાં જવાહરલાલ નેહરુ રાજ્ય કક્ષાની જુનિયર હોકી સ્પર્ધા યોજાઈ હતી. વિવિધ જિલ્લાની શાળાકીય હોકી ટીમોએ ભાગ લીધો હતો. અમરેલી તરફથી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કટોકટીભર્યા મુકાબલાઓ વચ્ચે અંડર-૧૭ ભાઈઓની ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીની સફર ખેડી હતી અને રજત પદક મેળવ્યું હતું. ટીમમાં કુલદીપ બારૈયા, યુગ ગોહિલ, મયંક વસાવા, ઇન્દ્રસિંહ ભલગરીયા, અક્ષય જેઠવા, જેસલરાજ સોલંકી સહિત ૧૬ ખેલાડીઓનો સમાવેશ થયો હતો. સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓ તથા કોચ અક્ષયભાઈ સોની, રુચિતભાઈ પટેલ, ટ્રેનર સાર્થકભાઈ માલકીયા અને ટિ્‌વન્કલબેન ગજ્જરને અભિનંદન પાઠવ્યા હતા.