ઉના-દીવ રોડ પર નાળિયા માંડવી નજીક નગીનાના ઢોરા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા અને બાળકો સહિત કુલ પાંચ શ્રધ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની વિગતો મુજબ મધ્યપ્રદેશના ભોપાલના લેખરામ નામદેવ અને તેમનો પરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરી દીવ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી અન્ય કાર સાથે તેમની ગાડી અથડાઈ હતી. આ અથડામણમાં ભોપાલના પરિવારના ત્રણ સભ્યો અને અન્ય કારમાં સવાર ગાંધીનગરના બે યુવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.










































