અમરેલી જિલ્લામાં જાહેર થયેલા એસ.એસ.સી. બોર્ડના પરિણામમાં જનતા વિદ્યાલય-મોટા ગોખરવાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. શાળામાં પરીક્ષામાં બેઠેલા તમામ ૨૧ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થતા શાળા પરિવાર તેમજ ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. ખાસ કરીને અમરેલી તાલુકાના લાપાળીયા ગામના ત્રણ વિદ્યાર્થીઓએ શાળામાં ટોપ-૩ સ્થાન મેળવી ગામનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. શાળામાં પ્રથમ ક્રમે અઘેરા યશ જયંતીભાઈએ ૬૦૦માંથી ૫૨૮ ગુણ મેળવી સિધ્ધિ મેળવી હતી. દ્વિતીય ક્રમે અમરેલી યશ ચેતનભાઈએ ૬૦૦માંથી ૪૯૨ ગુણ પ્રાપ્ત કર્યા હતા.
જ્યારે તૃતીય ક્રમે માંડવીયા ધ્રુવી શૈલેષભાઈએ ૬૦૦માંથી ૪૮૫ ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.











































