અમરેલી જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી થતા બુટલેગરો બેફામ બન્યા છે. હવે તો દારૂ બનાવવામાં મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની છે. જેમાં અમરેલી જિલ્લામાં એક મહિલા સહિત ૭ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. તમામ લોકો પાસેથી મળીને ૧૮ લીટર દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય જિલ્લામાંથી ૬ લોકો પાસ પરમીટે કેફીપીણું પીધેલ હાલતમાં ફરતા પકડાયા હતા.









































