ચલાલાની ગાયત્રી સંસ્કાર વિદ્યાલયે ધોરણ ૧૦માં ૮૮.૮૬% અને ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦.૩૨% પરિણામ મેળવીને ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી છે. પૂ. રતિદાદાના આશીર્વાદ અને મહેશભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ મેળવેલી આ સફળતામાં ધોરણ ૧૦માં વરુ સેજલ (૯૫.૨૬%), માંગરોળીયા એશ્વી અને જેબલિયા આહુતિએ પ્રથમ ત્રણ ક્રમ મેળવ્યા છે, જ્યારે ધોરણ ૧૨માં બસિયા પરમેશ્વરી (૮૯.૯૬%), ધાખડા શ્રધ્ધા અને શેખવા સિંધ્યાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. મહેશભાઈએ આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો છે. વધુમાં, શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં ન્દ્ભય્ થી ૮ સુધી સહ-શિક્ષણ અને ધોરણ ૯ થી ૧૨માં માત્ર દીકરીઓ માટે હોસ્ટેલ સુવિધા સાથે પ્રવેશ ઉપલબ્ધ છે. રસ ધરાવતા વાલીઓએ ધારી રોડ સ્થિત વિદ્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે.