ન્યાયનું ધામ ગણાતી ધારી કોર્ટમાં મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટના મીડિએશન સેન્ટરમાં સમાધાન માટે ભેગા થયેલા પક્ષકારો વચ્ચે મામલો બિચક્યો હતો, જેમાં એક મહિલા અને સાક્ષી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.સાવરકુંડલામાં રહેતા ૬૫ વર્ષીય હર્ષાબેન હરેશભાઇ ગોહીલે ઇંગોરાળા (ભાડ) ગામના રીંકલબેન વિનુભાઇ દાફડા તથા વિનુભાઇ દુદાભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ તથા સાક્ષીઓ ધારી કોર્ટના મીડિએશન સેન્ટરમાં હાજર હતા, તે સમયે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. વિનુભાઈ દાફડાએ મહિલાના વાળ ખેંચી, ઝાપટો મારી અને દીવાલ સાથે માથું અથડાવી ગાળો ભાંડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન સાક્ષી ધવલભાઇને ડાબા પડખે છાતીના ભાગે બટકું ભરી, લોહી કાઢી ઇજા પહોંચાડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એચ. વાઘ વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































