વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા અમરેલીની વિદ્યા સભા ખાતે માતૃશક્તિ પ્રશિક્ષણ વર્ગનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ગરિમાપૂર્ણ પ્રસંગે દામનગરના સાધ્વી ભક્તિગિરિ માતાજીએ આશીર્વચન પાઠવી કાર્યક્રમને દીપાવ્યો હતો. આ તકે ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રીરંગ રાજે, સૌરાષ્ટ્ર પ્રાંત સહસંયોજિકા બિંદુબેન મારું અને વર્ગ વાલી ઉદ્યયનભાઈ રાવલ સહિતના અગ્રણીઓએ પ્રેરક હાજરી આપી હતી. પ્રાંત સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, ઉપાધ્યક્ષ હંસાબેન મકાણી અને વિભાગ મંત્રી મહેશભાઈ કંજારીયાએ સંગઠન અને માતૃશક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો.આ કાર્યક્રમમાં વિભાગ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા, રમીલાબેન પટોળીયા, વર્ગ અધિકારી વૈશાલીબેન નિર્મલ અને જિલ્લા પ્રમુખ વિજયભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યા સભાના કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, રશ્મિનભાઈ ત્રિવેદી, પંકજભાઈ કાનાણી તેમજ મહેશભાઈ જળુંએ વ્યવસ્થાપનમાં સહયોગ આપ્યો હતો.










































