નાગેશ્રીમાં પહેલી પાટી હનુમાનજી ડેરી પાસેથી ૧૦ જુગારીઓ રૂ. ૪૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. રાજેશભાઈ નટુભાઈ જોષી, શૈલેષભાઈ ભરતભાઈ વરૂ, પ્રવિણભાઈ બીચ્છુભાઈ વરૂ, રણછોડભાઈ કાનાભાઈ પરમાર, મનસુખભાઈ રામભાઈ જોગદીયા, વિશાલભાઈ જેહાભાઈ પરમાર, હરેશભાઈ બચુભાઈ સોલંકી, વિજયભાઈ મનુભાઈ વરૂ, શીવરાજભાઈ અનકભાઈ વરૂ અને રવિરાજભાઈ અનકભાઈ વરુ પહેલી પાટી હનુમાનજી ડેરી પાસે જાહેર સ્થળે ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે કુલ રોકડ રૂ. ૪૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ વિનુભાઇ દાફડા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.