પ્રજાની સુરક્ષા અને સેવાની સાથે ‘તેરા તુજકો અર્પણ’ના મંત્રને સાર્થક કરતી લીલીયા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પોલીસે ગુમ થયેલ મોટર સાઇકલ શોધીને મૂળ માલિક ને પરત કરી છે.
ઘટના મુજબ, પાલીતાણાના પાંચપીપળા ગામના હરેશભાઈ બારડની મોટરસાઈકલ ગત ૦૬/૦૫/૨૦૨૬ના રોજ લીલીયા-અમરેલી રોડ પરથી ગુમ થઈ હતી. લીલીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. વાય.એમ. જાડેજા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ મોટરસાઈકલ શોધી કાઢી હતી.પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ મોટરસાઈકલ તેના મૂળ માલિકને વિધિવત રીતે પરત સોંપી હતી. આ રીતે પોલીસે ગુમ થયેલી મિલકત પરત કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. આ સમગ્ર સફળ કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.










































