રાજ્યમાં આ વર્ષે ભરઉનાળે પણ નર્મદા ડેમમાં પાણીનો નોંધપાત્ર જથ્થો સંગ્રહાયેલો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તારીખ ત્રીજી, મે ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૫૯.૭૫ ટકા એટલે કે ૫.૩૨ લાખ મિલિયન ક્્યુબિક ફીટ એમસીએફટી ઉપલબ્ધ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૯.૦૪ ટકા જેટલો વધારે, જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧૨.૧૮ ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.
ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ ૭૨.૩૩ ટકાથી વધુ એટલે કે ૨.૪૧ લાખ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ૫૯.૫૨ ટકા એટલે કે, ૪૯,૩૩૮ એમસીએફટી પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૪.૧૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૪૯.૧૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૪૩.૪૫ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૭.૧૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૫.૩૨ લાખ એમસીએફટી એટલે કે ૫૯.૭૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ગત વર્ષે એટલે કે તા. ૦૩ મે, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૩૨.૩૫ ટકા, મધ્ય ગુજરાતમાં ૪૯.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૧.૦૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૨.૪૫ ટકા અને કચ્છ વિસ્તારમાં ૩૩.૬૧ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૦૨ લાખ એમસીએફટીથી વધુ એટલે કે ૬૦.૧૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ ૪.૫૨ લાખ સ્ઝ્રહ્લ્ એટલે કે ૫૦.૭૧ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.








































