અમરેલી શહેરમાં જૂની બોલાચાલીની અદાવત રાખીને પિતા-પુત્રએ જાહેરમાં આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓ પર પોતાની વાન ચડાવી દઈ તેમને કચડી નાખવાનો પ્રયાસ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે નરેશભાઇ ગોવિંદભાઇ છૈયાએ જીતુભાઇ ભુપતભાઇ વામજા તથા વિકાસ જીતુભાઇ વામજા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ આરોપીઓ અવાર-નવાર ફરિયાદી સાથે ઝઘડો કરીને બિભત્સ ગાળો આપતા હતા. આ જૂની અદાવતનું વેર રાખીને પિતા-પુત્રએ ફરિયાદીને રસ્તામાં આંતરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ દિનેશભાઇ સરવૈયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.