ભારત-પોલેન્ડ સંબંધો
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરારએ ભારત-પોલેન્ડ ભાગીદારી માટે નવી તકો ખોલી છે,મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને નેતાઓએ ભારત-પોલેન્ડ સંબંધોની સમીક્ષા કરી અને વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. ટસ્ક ૨૧ થી ૨૩ ઓક્ટોબર સુધી ભારતની સત્તાવાર મુલાકાત પર છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. ટસ્કને મળ્યા બાદ, પીએમ મોદીએ કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરારએ ભારત-પોલેન્ડ ભાગીદારી માટે નવી તકો ખોલી છે. તેમણે કહ્યું કે ભારતની વધતી જતી આર્થિક શક્તિએ બંને દેશો વચ્ચે સહયોગ માટે નવી શક્યતાઓ ઉભી કરી છે. નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ કહ્યું કે ઇયુ સાથેના વેપાર કરારે આ તકોને વધુ વિસ્તૃત કરી છે.
ભારતની મુલાકાતે આવેલા ડોનાલ્ડ ટસ્કનું સ્વાગત કરતા,વડાપ્રધાન મોદીએ ૨૦૨૪ માં પોલેન્ડની તેમની મુલાકાતને યાદ કરી. તેમણે કહ્યું કે તે મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત થયા હતા. ત્યારબાદ, છેલ્લા બે વર્ષમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળી છે. મોદીના મતે, ભારત અને પોલેન્ડ વચ્ચેની મિત્રતા રાજદ્વારી સંબંધો સુધી મર્યાદિત નથી પરંતુ માનવતા અને સંવેદનશીલતાના સહિયારા વારસા પર આધારિત છે.
વડા પ્રધાન મોદીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં પોલેન્ડના લોકોને આપવામાં આવેલી સહાયનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જામનગર અને કોલ્હાપુરના રાજવી પરિવારોએ ભારતમાં હજારો પોલેન્ડના બાળકો અને પરિવારોને આશ્રય આપ્યો હતો.વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક ઘટનાને બંને દેશો વચ્ચેના માનવ સંબંધોમાં એક મજબૂત કડી તરીકે વર્ણવી. સંયુક્ત પત્રકાર પરિષદ પહેલા, મોદી અને ટસ્કે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત-પોલેન્ડ સંબંધોની સમીક્ષા કરવામાં આવી અને વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી. બંને નેતાઓની હાજરીમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારનું પણ આદાન-પ્રદાન કરવામાં આવ્યું.
પોલિશ વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર કહેવાનો ગર્વ છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, ટસ્કે જણાવ્યું હતું કે ભારત અને પોલેન્ડ વચ્ચે કોઈ હિતોનો સંઘર્ષ નથી. તેમણે વૈશ્વિક બાબતોમાં ભારતની ભૂમિકાની પણ પ્રશંસા કરી.વડા પ્રધાન મોદીને મળતા પહેલા, ડોનાલ્ડ ટસ્કે ગુરુવારે સવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત લીધી. તેમણે રાષ્ટÙપિતાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. વડા પ્રધાન મોદીના આમંત્રણ પર ટસ્ક બુધવારે નવી દિલ્હી પહોંચ્યા. તેમની સાથે પોલેન્ડના નાણા અને અર્થતંત્ર મંત્રી, આન્દ્રેજ ડોમાન્સ્કી અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ હતા.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-પોલેન્ડ સહયોગને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કને મળીને આનંદ થયો. વિવિધ ક્ષેત્રોમાં ભારત-પોલેન્ડ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના તેમના વિચારોની પ્રશંસા કરી.”
ભારતમાં પોલેન્ડના ભૂતપૂર્વ રાજદૂત એડમ બુરાકોવસ્કીના જણાવ્યા અનુસાર, બંને દેશો વાર્ષિક દ્વિપક્ષીય વેપારને આશરે ઇં૬ બિલિયનથી વધારીને ઇં૧૦ બિલિયન કરવાનો લક્ષ્ય ધરાવે છે. તેમણે વેપારને પ્રોત્સાહન આપવામાં કોર્પોરેટ ભાગીદારી અને વ્યાપાર મંચોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. બુરાકોવસ્કીએ સંરક્ષણ અને અવકાશ ટેકનોલોજીને સહકારના મુખ્ય ક્ષેત્રો તરીકે પણ ઓળખાવી. તેમનું માનવું છે કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર આર્થિક સંબંધોને વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે.
ભારતની મુલાકાત દરમિયાન, ટસ્ક નવી દિલ્હીમાં ભારત-પોલેન્ડ બિઝનેસ ફોરમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ ૨૩ ઓક્ટોબરે બેંગલુરુ જશે, જ્યાં તેઓ ભારતના માહિતી ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રના નેતાઓ સાથે વાતચીત કરશે. બંને દેશોના વડા પ્રધાનો વચ્ચેની વાટાઘાટોમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન પણ સામેલ હશે.ઓગસ્ટ ૨૦૨૪ માં વડા પ્રધાન મોદીની પોલેન્ડ મુલાકાત દરમિયાન ભારત અને પોલેન્ડે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા. ટસ્કની વર્તમાન મુલાકાત ૨૦૧૦ પછી પોલેન્ડના વડા પ્રધાનની પ્રથમ ભારત મુલાકાત છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપશે અને લાંબા સમયથી ચાલતા સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.