રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર સિંહો સહિતના વન્યપ્રાણીઓની સુરક્ષા માટે આઉટર્સોસિંગથી ફરજ બજાવતા ૪૫થી વધુ ‘રેલવે સેવકો’ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા આંદોલનના મૂડમાં આવ્યા છે. આ કર્મચારીઓએ રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમાં ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે હડતાળ પર ઉતરશે.