અમરેલી જિલ્લા કક્ષાએ અને બાબરા તાલુકાના ખાખરિયા ગામે મહિલા કિસાન દિવસ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. “વિકસિત કૃષિ અને વિકસિત ભારતના નિર્માણમાં મહિલા ખેડૂતોની ભૂમિકા” થીમ આધારિત કાર્યક્રમમાં ખેતી ક્ષેત્રે મહિલાઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આત્મા ડિરેક્ટોરેટ અને સમેતી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આત્મા અને પ્રાકૃતિક
કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ.ઝેડ.ઝીડ, કે.વી.કે.ના વડા ડો. મીનાક્ષીબેન બારૈયા, દિલીપભાઈ ચાવડા સહિત કૃષિ નિષ્ણાતો
ઉપસ્થિત રહ્યા હતા. મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પેદાશોના સારા ભાવ મેળવવા અને
કૃષિ આધારિત નવા વ્યવસાયો શરૂ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.