શહેરના અલકાપુરી ચોક વિસ્તારમાં ભાડાના મકાનમાં બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલય ચાલી રહ્યું છે. પરંતુ પૂરતી સુવિધા અને પૂર્તિ વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર હોબાળાઓ કરવામાં આવી રહ્યા છે અને સંચાલકો પાસે માંગ પણ કરવામાં આવી રહી છે અને વ્યવÂસ્થત રીતે છાત્રાલય ચલાવવામાં આવે તેવી લેખિતમાં પણ રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ કોઈ પણ પ્રકારના પ્રયત્ન અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા નથી. જેને લઈને ૪૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા છાત્રાલયની બહાર જ સૂત્રોચાર કરી અને બેનરો સાથે હોબાળો કરવામાં આવ્યો છે અને ઉપવાસ આંદોલન ઉપર બેસી ગયા છે.
વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છાત્રાલય ચાલી રહ્યું છે તેની અંદર ગેરરીતિ કરવામાં આવી રહી છે અને જે સ્ટાફ છે તેના દ્વારા માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે અને ભોજનના પણ પ્રશ્ન છે. નબળી ગુણવત્તાયુક્ત ભોજન બનાવી અને પીરસવામાં આવે છે અને તે જમવા માટે પણ સ્ટાફ મજબૂર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ભોજનમાં વારંવાર જીવાતો નીકળતી હોવાનું પણ વિદ્યાર્થીઓ દ્વારા હૈયાવરાળ કાઢવામાં આવી હતી.
જાકે સમગ્ર મુદ્દે વિદ્યાર્થીઓ છાત્રાલયની બહાર જ બેસી જવા પામ્યા છે અને જ્યાં સુધી સ્ટાફની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાલયમાં ન રહેવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિદ્યાલયમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અન્ય શાળામાં જતા હોય અને ત્યાં રહી અને અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા મકાનનું ભાડું ૩૦ હજારથી વધુ ચુકવણી કરવામાં આવી રહી છે પરંતુ જે મકાન છે તે પણ જર્જરીત બની ગયું છે અને છતના ભાગેથી પોપડા પડી રહ્યા છે, ત્યારે રહેવા પૂરતી વ્યવસ્થા ન હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે.
વિદ્યાર્થી કરણ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાબાસાહેબ આંબેડકર છાત્રાલય સુવિધા છે, રહેવા જમવા અને સ્ટાફ દ્વારા માનસિક ટોચર કરવામાં આવે છે અને વારંવાર ભોજનમાં જીવાતો નીકળી રહી છે. રજૂઆત છતાં પણ કોઈ સુધારો કરવામાં આવતો નથી ત્યારે હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. બહાર ધરણા ઉપર બેસી જવામાં આવ્યું છે ત્યાં સુધી બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી અંદર નહીં જવાનો વિદ્યાર્થીઓએ નિર્ણય કર્યો છે અને તમામ વિદ્યાર્થીઓએ સહયોગ પણ કર્યો છે.મદદનીશ નિયામક જે.વી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જર્જરિત મકાનનો પ્રશ્ન હતો તો ભાડાના મકાનમાં આ વિદ્યાલય ચાલી રહ્યું છે ત્યારે અગામી સમયમાં સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. નિર્ણય કર્યા પછી નવી બિલ્ડીંગ બનાવવામાં આવશે અને ભોજનનો પ્રશ્ન છે તો વિદ્યાર્થીઓની રજૂઆતો મળી છે. પુરાવાઓ પણ મળ્યા છે. અગામી સમયમાં તે પણ પ્રશ્નના નિરાકરણ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. હાલના તબક્કામાં રસોઈમાં કોઈ પ્રશ્ન ન સર્જાય તે માટે પાંચ લોકોની કમિટીની નિમણૂક કરવામાં આવી છે અને આ કમિટી નિર્ણય કરશે તો જ વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવશે નહીંતર નવું ભોજન બનાવવામાં આવશે. સહમત થઇ નિર્ણય કરી અને વિદ્યાર્થીઓને પ્રશ્ન ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી છે.










































