અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગમાં ગરબા પાસને લઈને વિવાદ ઊભો થયો છે. નોર્થ વેસ્ટ ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ શો-કોઝ નોટિસ પાઠવી છે. સરકારી વાહનનો કથિત દુરુપયોગ અને ગેરશિસ્તના આક્ષેપો વચ્ચે ડીએફઓએ પણ સીએફઓ સામે એસીબી તપાસની માગણી કરતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ૧૬ ઓક્ટોબરની રાત્રે ‘પરંપરા’ સહિત અન્ય એક ગરબા સ્થળે પાસને લઈને હોબાળો થયો હોવાની આયોજકોએ ફરિયાદ કરી હતી. આ અંગે ઇન્ચાર્જ સીએફઓને જાણ કરવામાં આવી હતી. આ મામલે આગળની તપાસ દરમિયાન ડીએફઓ દ્વારા પૂર્વ મંજૂરી લીધા વિના સરકારી વાહન વાપરવામાં આવ્યું હોવાનો આરોપ પણ સામે આવ્યો હતો.આ મામલે ઇન્ચાર્જ સીએફઓએ સ્વસ્તિક જાડેજા એક દિવસમાં ખુલાસો રજૂ કરવા માટે શો-કોઝ નોટિસ પાઠવી છે.
નોટિસમાં જણાવ્યા મુજબ, ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ડીએફઓને ફાળવવામાં આવેલી બોલેરો કાર થલતેજ ફાયર સ્ટેશન ખાતે ઉપલબ્ધ હતી. જાકે, તેઓ સ્ટેશન ફાયર ઓફિસરને ફાળવવામાં આવેલું ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ પૂર્વ મંજૂરી વિના લઈ ગયા હોવાનો આક્ષેપ છે.
નોટિસ પ્રમાણે, આ વાહન આશરે ૧૩ કલાક સુધી સરકારી રેકોર્ડમાં નોંધ વિના ઉપયોગમાં લેવાયું હતું. ૧૭ ઓક્ટોબરે વહેલી સવારે ૪ઃ૧૮ વાગ્યે વાહન પરત લાવવામાં આવ્યું અને ત્યારબાદ ૪ઃ૨૫ વાગ્યે એન્ટ્રીઓ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. આ મામલે સરકારી વાહનના કથિત દુરુપયોગ અને ગેરશિસ્ત અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.ફાયર વિભાગમાં ચર્ચા છે કે ડીએફઓને ફાળવેલી બોલેરોમાં જીપીએસ હોવાથી અન્ય અધિકારીનું વાહન ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. જાકે, આ બાબતની સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ વિગતોમાં નથી. ગરબા આયોજકોએ પાસ મુદ્દે અધિકારી દ્વારા દબાણ ઊભું કરાયાનો આક્ષેપ પણ કર્યો છે. આ ફરિયાદો અને વાહનના ઉપયોગ અંગેના મુદ્દાઓની તપાસમાં આગળ શું બહાર આવે છે તે મહત્વનુ રહેશે.
બીજી તરફ, સ્વÂસ્તક જાડેજાએ ઇન્ચાર્જ સીએફઓ જયેશ ખડિયા સામે ચાર પાનાંનો પત્ર લખીને એસીબી તપાસની માગણી કરી હોવાનું જણાવાયું છે. નિયમિત સીએફઓ મિથુન મિ†ી તબિયતના કારણે રજા પર હોવાથી વિભાગમાં ચાલી રહેલો આંતરિક વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.હાલમાં ડીએફઓને પાઠવાયેલી નોટિસના જવાબ અને બંને પક્ષે કરાયેલા આક્ષેપો અંગે આગળની કાર્યવાહી પર નજર છે.