જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે જેલમાં બંધ પોતાના મોટાભાઈ ચૈતર વસાવાના વિરહમાં દવા પી લીધી છે. બીજી તરફ તાપી પોલીસ તરફથી આ મામલે પ્રાથમિક તપાસ બાદ ઝેરી દવા ગટગટાવી લેવાના કારણ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે શાંતિલાલ વસાવાના સગા-સંબંધીઓ અને તેમની આસપાસ રહેતા લોકોની પૂછપરછ બાદ એવું સ્પષ્ટ થયું છે કે ચૈતર વસાવાના વિરહમાં ઝેરી દવા પીધાની વાત પાયાવિહોણી છે.
તાપી પોલીસ અધિક્ષક, જે.એમ. દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “તારીખ ૧૨-૧૦-૨૦૨૬ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનના દેવપુરા ખાતે શાંતિલાલ દામજીભાઈ વસાવાએ સોનગઢ ખાતેના તેમના ઘરે બપોરે ૧૨ વાગ્યે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેમને શરૂઆતમાં સોનગઢ રેફરલ હોÂસ્પટલ ખાતે ખસેડાયા હતા. ત્યાંથી વ્યારા અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલ તેમની સુરતની નવી સિવિલ હોÂસ્પટલ ખાતે આઈસીયૂ વોર્ડમાં સારવાર થઈ રહી છે.”
દેસાઈએ વધુમાં જણાવ્યું કે, “સોનગઢ પોલીસે તેમની પત્ની આશાબેન પાસેથી માહિતી મેળવીને જાણવાજાગ કરી છે. શાંતિલાલના સગા-સંબંધી તેમજ આડોશીપાડોશીની પૂછપરછ કરતા તેમણે ઘરકંકાસને કારણે ઝેરી દવા પી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચૈતર વસાવા જેલમાં હોવાથી તેમના વિરહમાં શાંતિલાલે દવા પીધી હોય તેવી કોઈ હકીકત પોલીસ તપાસમાં સામે આવી નથી. પોલીસ તપાસમાં ઘરકંકાસનું કારણ સામે આવ્યું છે.”
શુક્રવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની હંગામી જામીન અરજી મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ચૈતર વસાવાના વકીલ દ્વારા કોર્ટને તેમના ભાઈની ગંભીર તબિયત અંગે જાણ કરવામાં આવી હતી. તેમના ભાઈ હાલ વેÂન્ટલેટર પર સારવાર હેઠળ હોવાનું કોર્ટને જણાવાયું હતું. વકીલે રજૂઆત કરી હતી કે ઝેરી પદાર્થના કારણે ચૈતર વસાવાના ભાઈની તબિયત લથડી છે અને તેમની ગંભીર Âસ્થતિને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવાને ત્રણ દિવસના હંગામી જામીન આપવામાં આવે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે માનવતાના ધોરણે વિચારણા કરવા ટકોર કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે માનવતાના ધોરણે એક દિવસના હંગામી જામીન આપવા અંગે રજૂઆત કરી હતી. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને એક દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.કોર્ટે સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધીના જામીન મંજૂર કર્યા છે. આ માટે ચૈતર વસાવાને ?૧૦ હજારના પર્સનલ બોન્ડ પર હંગામી જામીન આપવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે સુરતની હોસ્પિટલ જઈને પોતાના ભાઈની મુલાકાત લઈ શકશે.










































