અમરેલીના સરદાર ચોક, રામેશ્વર મહાદેવ પાછળ આવેલા એક કારખાના નીચે પાર્ક કરેલા બાઈકની ઉઠાંતરી થઈ હતી. બનાવ અંગે રમેશભાઈ છગનભાઈ બાબરીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમણે તેમનું બાઈક કારખાના નીચે પાર્ક કર્યું હતું, જેની અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ ખોડાભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.











































