અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકાના જીફ ગુરુકુળ ખાતે આવેલા સ્વામિનારાયણ સનાતન મંદિરમાં નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરના મધ્યમાં દુર્ગામાતાની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. માતાજીના સાનિધ્યમાં ગરબા અને જવારા સ્થાપિત કરીને પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દૂરદૂરથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના માટે આવે છે. અહીં આવતા ભક્તો માટે દરરોજ મહાપ્રસાદ અને મોડી રાત્રે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠે છે.