જાફરાબાદના બલાણા ગામે યુવકને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે રાજુભાઈ કબાભાઇ સાંખટ (ઉં.વ.૩૩)એ રમેશભાઇ કબાભાઇ સાંખટ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના ઘરે સાહેદ શાંતુબેન લાઇટ બીલ આપવા આરોપીને જણાવતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો. તેઓ ત્યાં આવતા તેમને પણ ગાળો આપવા લાગ્યો હતો. તેવામા સાહેદ પ્રેમજીભાઇ, રવિભાઇ તથા દક્ષાબેન વચ્ચે પડતા તેઓને પણ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાં પડેલ લાકડાનો ધોકો તેમને તથા પ્રેમજીભાઇને મારી દેતા બંન્નેને જમણા હાથના પોચા ઉપર ફ્રેકચર થયું હતું. તેમજ અન્ય સાહેદોને પછાડી મુંઢ ઇજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ આર બી ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.