સિનેમાની દુનિયા પણ અજબ કીમિયાઓ અને રહસ્યોથી ભરેલી છે, જ્યાં બાળપણની યાદો, સ્કૂલના ચોગાન અને પડદા પરના ચહેરાઓ ભળીને એક અનોખી જ કવિતા રચે છે. અમારા બાળપણના દિવસો યાદ કરીએ તો એ સમય એવો હતો જ્યારે સિનેમા હોલ કે વીસીઆરના પરદા પર માત્ર એક જ શખ્સની ઠાવકાઈ અને શાહી અંદાજનું રાજ ચાલતું હતું. અને તે હતા આપણા સૌના લાડકા, શબ્દોને ચાવીને બોલવાના બેતાજ બાદશાહ રાજકુમાર! પ્રાથમિક શાળા અને હાઇસ્કુલના એ સોનેરી દિવસોમાં મિત્રોના ટોળા વચ્ચે ‘જાની…’ કહીને વાત શરૂ કરવાની ફેશન જ અલગ હતી. રાજકુમારના એ જુના, વજનદાર અને અક્કડ ડાયલોગ્સ અમારી પેઢીના રગે-રગમાં વણાયેલા હતા. અમને એમ લાગતું કે આ દુનિયામાં રાજકુમાર સિવાય કોઈ બીજો એક્ટર હોઈ જ ન શકે, કારણ કે એમની ચાલમાં જે રોફ હતો અને અવાજમાં જે ગંભીરતા હતી, તેણે આખી પેઢીને મોહિત કરી રાખી હતી. પરંતુ, જેમ જેમ સમય બદલાયો તેમ હવાની દિશા પણ બદલાઈ, અને મહારાષ્ટ્રના મુરુડ-જંજીરા ખાતે ૧૯૫૧/૧ જાન્યુઆરીના રોજ જન્મેલા વિશ્વનાથ પાટેકર એટલે કે આપણા સૌના વ્હાલા નાના પાટેકર નામના એવા તોફાને હિન્દી સિનેમાના આકાશમાં એન્ટ્રી મારી, જેણે આખીય અભિનય પધ્ધતિને હચમચાવી નાખી!
જ્યારે સ્કૂલના દિવસો પૂરબહારમાં ખીલ્યા હતા ત્યારે અચાનક જ નવી પેઢીના હોઠો પર રાજકુમારની જગ્યાએ એક નવા જ અંદાજના સંવાદો રમતા થઈ ગયા. એવા સંવાદો જે કાનના પડદા ફાડી નાખે અને સીધા હૃદય પર ઘા કરે. સ્કૂલના ઓટલે કે મિત્રોના અડ્ડા પર અચાનક ગુંજવા લાગ્યું. “સાલા એક મચ્છર, આદમી કો હિજડા બના દેતા હૈ…”, અથવા તો ધર્મ અને માનવતાના ધજાગરા ઉડાડતો એ ખતરનાક ડાયલોગ. “કોનસા ખૂન હિન્દુ કા, કોનસા ખૂન મુસલમાન કા?” અને પેલો ક્રોધથી ભરેલો અવાજ “આ ગયે મેરી મૌત કા તમાશા દેખને?” આ બધા ડાયલોગ્સ અમારી એ વખતની નવી યુવા પેઢીના લોહીમાં દોડવા લાગ્યા હતા. એ વખતે મનમાં એક જ પ્રશ્ન થતો કે ભાઈ, આ આવડો મોટો ખતરનાક એક્ટર છે કોણ? ક્યાંથી આવ્યો આ માણસ કે જેની આંખોમાં જ આગ સળગે છે? એ જિજ્ઞાસાના ભારે પ્રવાહમાં તણાઈને અમે વિડિયો કેસેટની દુકાનો અને સિનેમા ઘરો બહાર લાગેલા નાના પાટેકરની પ્રખ્યાત ફિલ્મ ‘પ્રહાર’, ‘પ્રતિઘાત’ અને ‘પરિંદા’ જેવા ક્લાસિક પુસ્તકો જેવા પોસ્ટરો કલાકો સુધી જોયા કરતા. એ પોસ્ટરો પર નાનાની તીક્ષ્ણ નજર અને કઠોર ચહેરો જોઈને જ ધ્રુજારી છૂટી જતી કે આ અભિનેતા સામાન્ય નથી.
અને પછી જીવનમાં એવો ચમત્કારિક દિવસ આવ્યો જ્યારે મેં એની પ્રથમ વખત કોઈ ફિલ્મ મોટા પડદે જોઈ, અને તે ફિલ્મ હતી ‘તિરંગા’ (૧૯૯૩)! એ જમાનામાં જ્યારે થિયેટરમાં બેસીને એક બાજુ હિન્દી સિનેમાના સૌથી મોટા શાહી બાદશાહ રાજકુમાર (બ્રિગેડિયર સૂર્યદેવ સિંહ તરીકે) અને બીજી બાજુ એ જમાનાના સૌથી આક્રમક અને તીખા મિજાજવાળા યુવા અભિનેતા નાના પાટેકર (ઇન્સ્પેક્ટર શિવાજીરાવ વાગલે તરીકે) ને સામસામે જોયા, ત્યારે અમારું મગજ ચકરાવે ચડી ગયું. બે અલગ અલગ ધ્રુવો, બે વિરોધી અભિનય શૈલીઓ અને બે બેતાજ બાદશાહો જ્યારે એક જ ફ્રેમમાં આવ્યા, ત્યારે સિનેમા હોલની સીટો પણ ધ્રૂજી ઉઠી હતી. આ અદ્ભુત અનુભવ પછી તો નાના પાટેકર પ્રત્યેનો ક્રેઝ એવો વધ્યો કે તેમની ૭૦ થી વધુ ફિલ્મોની લાંબી સફરની જૂની અને નવી બધી જ ફિલ્મો શોધી શોધીને જોઈ નાખી. અહીં જ વિધાતાએ એક એવો અજબ અને આશ્ચર્યજનક સંયોગ રચ્યો છે, જેને જોઈને ભલભલા જ્યોતિષીઓ પણ ચક્કરમાં પડી જાય! સિનેમાના આ બંને દિગ્ગજોની તારીખો વચ્ચે એક એવો ગજબનો તાલમેલ છે કે જે વાચક કે સિનેમા પ્રેમીને હસાવતા હસાવતા વિચારમાં મૂકી દે છે. રાજકુમારનો જન્મ ૮ ઓક્ટોબર, ૧૯૨૬ ના રોજ થયો હતો; અને બરાબર તેના પૂરા ૧૦૦ વર્ષ પછી, અર્થાત્ ૮ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ નાના પાટેકરનું દુઃખદ અવસાન થયું! આ તારીખોનો મેળ જોઈને એવું લાગે કે જાણે કુદરતે પહેલેથી જ કોઈ ફિલ્મી સ્ક્રીપ્ટ લખી રાખી હોય કે એક દિગ્ગજ જે દિવસે પેદા થયો, બરાબર એક શતાબ્દી પછી તે જ તારીખે બીજા દિગ્ગજે દુનિયાથી વિદાય લીધી! ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગોવા ખાતે અચાનક હૃદયરોગના હુમલા (ઝ્રટ્ઠઙ્ઘિૈટ્ઠષ્ઠ છિિીજં) થી ૭૫ વર્ષની વયે જ્યારે નાના પાટેકરનું નિધન થયું, ત્યારે ડાક્ટરોએ પૂરી કોશિશ કરી, પણ કાળની ગતિ આગળ કોઈનું ન ચાલ્યું. (નાનાના મૃત્યુ વિશે જે વિવાદો થયા છે તેની અલગથી વાત કરશું.) પ્રશંસકો, કલાકારો અને સોશિયલ મીડિયા યૂઝર્સે પોતાની પોસ્ટમાં નાના પાટેકરને શ્રધ્ધાંજલિ આપવા માટે તેમનો જ સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ડાયલોગ મૂક્યોઃ “આ ગયે મેરી મૌત કા તમાશા દેખને?” ભલા આનાથી મોટો કટાક્ષ અને શ્રદ્ધાંજલિ બીજી શી હોઈ શકે! નાના પાટેકરની ફિલ્મોની યાદી જોઈએ તો તે કોઈ સુવર્ણ ઇતિહાસથી કમ નથી. તેમની સફરની શરૂઆત ‘પરિંદા’ (૧૯૮૯) થી થઈ, જેમાં તેમના શાનદાર અભિનય માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ત્યારબાદ આવી તેમની કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ક્રાંતિવીર’ (૧૯૯૪), જેમાં પ્રતાપ રવિ બનીને તેમણે સિનેમાઘરોમાં ગજબ મચાવ્યો અને આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. મનોવૈજ્ઞાનિક થ્રિલર ‘અગ્નિસાક્ષી’ (૧૯૯૬) માં તેમનો નેગેટિવ રોલ બ્લોકબસ્ટર સાબિત થયો, તો ૧૯૯૭ની ‘યશવંત’ ફિલ્મમાં ‘એક મચ્છર…’ અને ‘સો મેં સે અસ્સી બેઈમાન…’ જેવા ડાયલોગ્સે ઇતિહાસ રચ્યો. આગળ વધતા, મુંબઈ પોલીસના એન્કાઉન્ટર પર આધારિત ‘અબ તક છપ્પન’(૨૦૦૪) માં તેમની સાદી અને ધારદાર શૈલીએ સૌના દિલ જીતી લીધા. ભ્રષ્ટ રાજનીતિ પર પ્રહાર કરતી ફિલ્મ ‘અપહરણ’ (૨૦૦૫) માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ વિલનનો એવોર્ડ મળ્યો. સસ્પેન્સ ડ્રામા ‘ટેક્સી નંબર ૯૨૧૧’ (૨૦૦૬) પણ વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ સફળ રહી. એક બાજુ ગંભીર ડ્રામા તો બીજી બાજુ અનીસ બઝમીની સુપર-હિટ કામેડી ફિલ્મ ‘વેલકમ’ (૨૦૦૭) અને ‘વેલકમ બેક’ (૨૦૧૫) માં ‘ઉદય શેટ્ટી’ બનીને તેમણે જે હાસ્યના ફુવારા છોડ્યા, તેણે દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરી દીધા. પ્રકાશ ઝાની રાજકીય ડ્રામા ફિલ્મ ‘રાજનીતિ’ (૨૦૧૦) પણ બોક્સ ઓફિસ પર સુપર-હિટ રહી, જેમાં તેમનો અભિનય જોવાલાયક હતો. રામ ગોપાલ વર્માની હારર ફિલ્મ ‘ભૂત’ (૨૦૦૩) પણ હિટ રહી હતી. અને જ્યારે મરાઠી સિનેમાની વાત આવે, ત્યારે તેમની માસ્ટરપીસ ફિલ્મ ‘નટસમ્રાટ’ (૨૦૧૬) એ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા અને તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. આ ઉપરાંત તાજેતરની સામાજિક અને ભાવનાત્મક ફિલ્મ ‘વનવાસ’ સુધી, નાનાએ સાબિત કરી દીધું કે તેમની અભિનય ક્ષમતાનો કોઈ મુકાબલો નથી. રાજકુમારનો જેમ કોઈ મુકાબલો નથી, તે જ રીતે નાના પાટેકર પણ અજોડ છે! તેમની ઝોળીમાં ૩ રાષ્ટ્રીય પુરસ્કારો અને ૪ ફિલ્મફેર પુરસ્કારો શોભે છે. આ સમગ્ર સિનેમાઈ સફર પર નજર નાખીએ ત્યારે એક બહુ મોટો જીવનસંદેશ અને ફિલસૂફી સમજાય છે. એક કલાકાર બનવા ઈચ્છતા, કે લાઈમલાઈટમાં આવવા ઝંખતા દરેક નવા એક્ટરો માટે રાજકુમારે અને નાના પાટેકરે એક એવો સોનેરી આદર્શ પ્રસ્થાપિત કર્યો છે કે, ફિલ્મી દુનિયામાં એક સુપરસ્ટાર એક્ટર બનવા માટે અને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરવા માટે તમારી પાસે કોઈ પ્લાસ્ટિક સર્જરી કે મેકઅપ જેવું સુંદર સુંદર ફૂલ જેવું થોબડું હોવું જ પડે તેવું ક્યારેય જરૂરી નથી. ચહેરાની સુંદરતા તો ક્ષણભંગુર હોય છે, પરંતુ એક્ટિંગની ગરીમા, પાત્રની ઊંડાઈ, અવાજનો રણકો અને સમર્પણ ભાવ એક સામાન્ય દેખાવ ધરાવતા ઇન્સાનને પણ મહાન બનાવી દે છે. naranbaraiya277@gmail.com








































