પોલીસ દ્વારા સાયબર ફ્રોડના ભોગ બનેલા અરજદારોને ૧૦૦ ટકા રકમ પરત અપાવવા તેમજ મિલકત ગુમના બનાવોમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકને પરત કરવા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અમલમાં છે. જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના
પો.ઇન્સ. વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ સાયબર ફ્રોડના ભોગ બનેલા દિનેશભાઇ લોડુમોર રહે. ખાખબાઇ વાળાએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. જેમાં મોબાઇલ ફોન હેક કરી જાણ બહાર
ઓ.ટી.પી. બેંક એકાઉન્ટમાંથી રૂ.૯૯,૯૦૦/- ઉપાડી લેવામાં આવ્યા હતા. આગળની તપાસ દરમિયાન ફ્રોડ કરનાર હેમંતકુમાર જી/ર્ અનિલસિંહ, ઉ.વ.૩૦, રહે. પદલી જહલીપાર, તા. સલીમપુર, જી. દેવરિયા, રાજ્ય ઉત્તર પ્રદેશ હોવાનું જણાતા રાજુલા પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ ગઇ હતી. આ ટીમે ત્યાંથી આરોપીને ઝડપીને રૂ. ૯૯,૯૦૦ રીકવર કર્યા હતા.








































