બાઢડા ગામે પાણીઢોળમાં જતા જીકિયાળી ગામના પુરુષને કારે ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે મોતીબેન દેવજીભાઈ ગોહીલ (ઉ.વ.૭૪)એ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમના પતિ દેવજીભાઈ ભીમજીભાઈ ગોહિલ બાઢડા ગામે પાણીઢોળમાં જતા હતા. જીકિયાળીથી સાવરકુંડલા જવાના રોડ પર ચડતાં અજાણ્યા ફોર વ્હીલ ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી વાહન ચલાવી આવીને ટક્કર મારી હતી, જેમાં તેમના પતિને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. પી. ધાધલ વધુ તપાસ કરી રહ્યા છે.










































