ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સરહદપાર આતંકવાદની કોઈપણ નવી ઘટના પર વધુ આક્રમક પ્રતિક્રિયા આપવાની ચેતવણીથી પાકિસ્તાન ખળભળાટ મચી ગયું છે. આ અસ્વસ્થતાને કારણે તેના એક ટોચના લશ્કરી કમાન્ડરે ધમકી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે કોઈપણ “ખોટી ગણતરી”નો જવાબ તેમની કલ્પના બહારનો મળશે. રાજનાથ સિંહની કડક ચેતવણી બાદ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવના સંદર્ભમાં પાકિસ્તાનનું આ નિવેદન જાવા મળી રહ્યું છે.અગ્રણી પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આમેર રઝાએ શનિવારે પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પરમાણુ સશ† ક્ષેત્રમાં યુદ્ધ માટે કોઈ સ્થાન નથી.” તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનની સશ† દળો દેશની સરહદોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
પાકિસ્તાની કમાન્ડરે ધમકી આપતા કહ્યું હતું કે, “કોઈપણ ખોટી ગણતરીનો જવાબ તેમની કલ્પના બહારનો આપવામાં આવશે.” લશ્કરી અધિકારીએ પાકિસ્તાન સામે કથિત પ્રતિકૂળ ઇરાદાઓ અને પ્રચારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની ટિપ્પણીઓ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું હતું કે સરહદ પાર આતંકવાદની કોઈપણ નવી ઘટના પર ભારતનો જવાબ તેની અગાઉની કાર્યવાહી કરતા પણ વધુ ગંભીર હશે.પાકિસ્તાની કમાન્ડરે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવતા કહ્યું કે, “વિરોધી પક્ષ પાકિસ્તાન વિરુદ્ધ પ્રચાર અને કથાત્મક યુદ્ધ દ્વારા જનતા અને સશ† દળો વચ્ચે વિભાજન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને અÂસ્થર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.” પોતાના સંબોધનમાં, પાકિસ્તાની કમાન્ડરે સંરક્ષણ તૈયારીઓ અને રાષ્ટÙીય એકતા પર ભાર મૂક્્યો. એક દિવસ પહેલા, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયએ પણ સિંહની ટિપ્પણીઓને ઉશ્કેરણીજનક અને આધિપત્યવાદી ગણાવી હતી.
રાજનાથ સિંહે ૧૫ ઓક્ટોબરે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર, બાલાકોટ હવાઈ હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક આતંકવાદ સામે ભારતની વ્યૂહરચનામાં પરિવર્તન દર્શાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ તેની પ્રતિબદ્ધતાને નબળાઈ ન સમજવી જાઈએ.








































