ખાંભા તાલુકાની ખડાધાર ચેક પોસ્ટ પરથી બાઇક પર કરવામાં આવી રહેલી ઇંગ્લિશ દારૂની ખેપ પોલીસે ઝડપી પાડી છે. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, મનુભાઈ કાનજીભાઈ વાઘેશી તથા ભરતભાઈ ભનુભાઈ ઓઢવીયા નામના બે ઇસમો બાઇક પર દારૂની ખેપ મારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓની પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ૭૨ બોટલ જપ્ત કરી હતી. પોલીસે દારૂ અને બાઇક સહિત કુલ રૂ. ૩૬,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએથી પોલીસે ૨૭ ઇસમોને દેશી દારૂ સાથે પકડી પાડ્યા હતા, જ્યારે ૧૩ ઇસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા-ફરતા ઝડપાયા હતા.











































