વડિયાના બાંટવા દેવળી ગામે ઝેરી દવા પી લેવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રવીણભાઈ પુંજાભાઈ ભાસ્કર (ઉં.વ.૪૦) એ જાહેર કરેલી વિગતો મુજબ, તેમનાં પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ ભાસ્કર (ઉં.વ.૩૬) ને નાનપણથી જ બંને હાથની આંગળીઓમાં તથા ડાબા પગમાં
ખોડખાંપણ હતી. આ ઉપરાંત, તેમને સતત સાંધાનો દુખાવો પણ રહેતો હતો.આ શારીરિક તકલીફ અને દુખાવાથી કંટાળીને તેમણે ઘઉંમાં નાખવાની ઝેરી દવાની મમરીનો પાવડર પી લીધો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વધુ તપાસ ચલાવી રહ્યા છે.











































